Archive for મે 2008

દાન

મે 21, 2008

આચાયૅ વિજય રત્ન્સુંદરસૂરી મહારાજ લેખીત ‘મહારાષ્ટ્ર ની મદાનગી ‘ માંથી આ પ્રસંગ ખૂબ ગમ્યો જે અહીં રજૂ કયો છે.

જીવન માં સંપતિ નો સદ્વ્યય તમે કયારેય નહી જ કયૉ હોય એવું તો નહીં જ બન્યું હોય પણ સામાન્યતયા સવૅત્ર એવુ જોવા મળે છે કે સંપતિના સદ્વ્યયની વાત જ્યારે પણ આવે છે, માણસ શકય હોય તો એનાથી બચતો રહે છે. સંપતિનો સદ્વ્યય કર પણ છે તોય શકિત પ્રમાણે નથી કરતો અને જે પણ સદ્વ્યય કરે છે એ પ્રસન્નચિતે નથી કરતો.
 ટૂંક માં, આપણો દાનધમૅ આ ત્રણ કલંકથી સત દૂષિત થતો જ રહે છે.  નં.૧ દાનધમૅની અવગણના નં.૨ શકિત કરતા ઓછુ દાન અને નં.૩ પ્રસન્નતાના અભાવવાળું દાન.

   આવાં કલંકોથી વ્યાપ્ત દાનથી જે પણ પુણ્ય બંધાય એ પુણ્યમાં ભલીવાર શો આવે ? એ પુણ્ય ના ઉદયકાળમાં સદ્ બુધ્ધિ હાજર જ રહે એવુ શેં બને ?
    માટે એક કામ કરો. દાન ભલે થોડુ કરો.મદાનગીથી કરો, પ્રસન્નત ચિતે કરો, વિશ્વાસ અને શ્રધ્ધાપૂવૅક કરો.
    પ્રવચન દરમ્યાન શ્રોતાઓ સમક્ષ એક વખત આ વિચાર રમતો મૂક્યો. એ પ્રવચન પત્યા બાદ એક યુવક રુબરુમાં મળવા આવ્યો.
          મહારાજ સાહેબ ,સમય છે ?
               ‘બોલ’
          ‘એક નિયમ જોઇએ છે’
    ‘આમ તો હું દાન વગેરે કાંઇ કરતો નથી પણ આજે પ્રવચનમાં દાન અંગે આપે જે વાત કરી છે એ સાંભળ્યા પછી એક નાનકડો પણ પડકારરુપ નિયમ મારે કરવો છે’
               ‘શેનો ?’
    ‘ભિખારીઓ માટે મારા મનમાં ખાસ સદભાવ નથી છતાં અત્યારે એમને કેન્દ્રમાં રાખીને જે મારે જ મારે એક નિયમ લેવો છે.’
                ‘બોલ’
    ‘ઘરની બહાર હું નીકળું અને મને પહેલો ભિખારી જે મળે, એ ભિખારીને મારે કંઇક તો આપવું જ અને એને આપવા ખીસામાં હાથ નાખું ત્યારે હાથમાં જે પણ આવે પરચુરણ કે નોટ – એ જ મારે એને આપી દેવું.જોઉ તો ખરો કે આ નિયમ નો અનુભવ મને કેવો થાય છે ?’

                     ‘આવો  નિયમ લેવા પાછળનું કારણ ?’
   ‘કારણ તો બીજું શું હોય પણ આવો નિયમ લેવાથી દાન કરવું મારા માટે ફરજીયાત બની જશે અને દાનની રકમ માટે મન સાથે કોઇ સંઘષૅ નહીં કરવો પડે.’

                 *          *         *
           લગભગ અઠવાડીયા બાદ
       ‘મહારાજ સાહેબ્ કમાલ થઇ ગઇ’
                ‘કેમ શું થયું ?’
   આપની પાસે મેં જે નિયમ લીધો હતો એનો અમલ તો મેં ચાલુ કરી જ દીધો હતો પણ ગઇકાલે જે અનુભવ થયો એ અનુભવે તો મને સ્તબ્ધ જ કરી દીધો છે.’
       ‘શો અનુભવ થયો ?’
   ‘કાલે ઘરની બહાર નીકળી ઓફિસ તરફ જઇ રહયો હતો અને સામેથી આવતો ભિખારી મને દેખાયો. મેં એને ઊભો રાખ્યો અને એને કંઇક આપવા મેં ખીસામાં હાથ નાખ્યો. ખીસામાંથી હાથ બહાર કાઢયો અને મેં જોયું કે મારા હાથમાં જે નોટ હતી એ એક-બે કે દસ રુપિયાની નહોતી પણ સો રુપિયાની હતી.
   પણ,આશ્રયૅ ! ભિખારી એ નોટ લેવા પોતાના હાથ લંબાવ્યો નહી.એ મારી સામે ટગરટગર જોવા લાગ્યો.
        ‘લઇ લે આ નોટ !’
  ‘પણ તમે જોયું ખરું કે આ નોટ કેટલાની છે.?’
  ‘હા, મને ખ્યાલ છે કે સોની નોટ છે’
  ‘મને ભિખારીને સોની નોટ ?’
  ‘હા. કારણ કે મેં એવો નિયમ લીધો છે પણ પૂછવું તો મારે તને એ છે કે સોની એ નોટ મેં તને આપવા તારી સામે ધરી ત્યારે એ લેવા તેં હાથ લંબાવ્યો કેમ નહી ?’
   ‘એવું છે ને કે ઘરે ગયા પછી તમને ખ્યાલ આવે કે ‘ભિખારીને તો મેં ભૂલમાં સોની નોટ આપી દીધી છે.’ અને એ બદલ તમને પસ્તાવો થાય તો તમને નાહકનું દુઃખ થાય,આવુ કાંઇ ન થાય એટલા માટે મેં સામે ચડીને તમને ‘નોટ કેટલાની છે ? એ જોઇ લેવા અને પાકુ કરી લેવા કહ્યું!’
     મહારાજ સાહેબ, એ ભિખારી સામે મને મારી જાત ભિખારી લાગી.

*                   *                 *

Advertisements