Archive for the ‘ગઝલ’ Category

ઝુલ્ફો તમારી જો

સપ્ટેમ્બર 20, 2008

ઝુલ્ફો તમારી જો

ગઝલ

મારી મન પસંદ ગઝલ માં ની એક ગઝલ જે કમલેશ સોનાવાલા ની રચના અહીં રજુ કરી છે.

 

જ્યારે પ્રણયની જગમાં (ગઝલ)

એપ્રિલ 24, 2008

મારી મન પસંદ ગઝલ માં ની એક ગઝલ જે આદિલ સાહેબ ની રચના અહીં રજુ કરુ છું

જ્યારે પ્રણયની જગમાં શરૂઆત થઈ હશે,
ત્યારે પ્રથમ ગઝલની રજૂઆત થઈ હશે.

પહેલા પવનમાં ક્યારે હતી આટલી મહેક,
રસ્તામાં તારી સાથે મુલાકાત થઈ હશે.

ઘૂંઘટ ખુલ્યો હશે ને ઊઘડી હશે સવાર,
ઝુલ્ફો ઢળી હશે ને પછી રાત થઈ હશે.

ઊતરી ગયા છે ફૂલના ચહેરા વસંતમાં,
તારા જ રૂપરંગ વિષે વાત થઈ હશે.

‘આદિલ’ને તે જ દિવસથી મળ્યું દર્દ દોસ્તો,
દુનિયાની જે દિવસથી શરૂઆત થઈ હશે.

– આદિલ મન્સૂરી

ગઝલ શબ્દનો મૂળ અર્થ ‘પ્રેમિકા સાથે વાતચીત’ એવો છે. એ અર્થ આ ગઝલથી વધારે સારી રીતે કોઈ જ જગાએ પકડાયો હશે. આદિલ મન્સૂરીની આ ખ્યાતનામ ગઝલને અનેક ગાયકોએ સૂરોથી શણગારી છે.

હેલીકોપ્ટર

એપ્રિલ 17, 2008
 
   હેલીકોપ્ટર  (ગઝલ)
 મારા મન ની વેદના તને સમજાવુ કઈ રીતે …
તારા ઘર પર હેલીકોપ્ટર ઉતારુ કઈ રીતે …

 

નડે મને તારા ઘર ની ડાળી,ડાળખા ને મકાનો…
તને મળવા ની તલપ છુપાવુ કઈ રીતે …
 
 
મારા સાહસ ની કથા તને સભળાવું કઈ રીતે…
ચોકબ’ છે સવૅસ્વ અહી યાદ માં મન ને સમજાવું કઈ રીતે …
  
મારા મન ના હેલીપેડ ઉપર તને ઉતારુ કઈ રીતે …
તારા ઘર પર હેલીકોપ્ટર ઉતારુ કઈ રીતે …
     
                      ‘ચોકબ’  ચૌહાણ કમલેશ બી.